બેડ ટચ વિશે સમજાવતી માતાને પુત્રીએ કહ્યું કે, અંકલે મારી સાથે આવું જ કર્યું છે

5 બાળકોના પિતા અને 32 વર્ષીય યુવાને પોતાના સંતાનો સાથે રમવા આવતી 8 વર્ષીય સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ જવાહર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા પોલીસે કાર્યાવાહી હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર રણોલી ખાતે રહેતા અને શહેર નજીકમાં ખાનગી કંપનીમાં મહિલા સિક્યોરીટી ગાર્ડ તરીકેની વિધવા મહિલાની 8 વર્ષીય દિકરી સાથે બનેલી ઘટનાની વિગત એવી છે કે, 8 વર્ષની જ બાળકીએ જ ખુદ પોતાની ઉપર કરાયેલા દુષ્કર્મની જાણકારી આપી હતી.
જેમાં એકલતાનો લાભ લઈ વાસના ભુખ્યા નરાધમો કેવી રીતે અડપલા કરે છે અને પોતાની હવસનો શિકાર બનાવે છે
તેનાથી બચાવા માટે શું કરવુ જોઈએ તે અંગે માતા તેને ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપી રહી હતી.
ત્યારે જ દિકરીએ ઘટસ્ફોટ કર્યો હતો કે એક મહિના અગાઉ મુકેશ ડામોર નામના પરણિત યુવકે તેની છેડતી કરી અને જબરજસ્તી કરી તેના ગુપ્તાંગના ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી.
જેથી તેની માતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બાળકીના માતાએ પોલીસને જણાવ્યું હતુ કે, એક મહિના અગાઉ જ્યારે તે નોકરી કરી ગઈ હતી
અને પોતે ઘરની બહાર રમી રહી હતી
ત્યારે મુકેશ ડામોર (ઉ.વ-32) તેને ઘરે બોલાવી હતી અને તેની સાથે શારિરીક જબરજસ્તી કરીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
દિકરી આ વિશે જણાવતાં જ તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી
અને તેને તાત્કાલિક જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મુકેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતાં જ જવાહરનગર પોલીસે ગણતરીના કલાકમાં મુકેશને ઝડપી પાડ્યો હતો
અને તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠ વર્ષની માસુમ બાળકી પર પાંચ સંતાનના પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સપાટી પર આવતા લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.
જ્યારે આરોપીને ભારે સજા કરવામાં આવે તેવી ચર્ચા પણ વિસ્તારમાં આખો દિવસ ચાલી હતી.
પત્ની બહાર જતાં મુકેશે બાળકીને આંતરી
બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મુકેશ ડામોર પરણિત છે અને 5 બાળકોનો પિતા છે.
જ્યારે તેણ આ કૃત્ય ગુજાર્યું ત્યારે તેની પત્નિ બાળકોને લઈને બહાર ગઈ હતી
અને ભોગ બનનારી બાળકીની માતા પણ નોકરી પર ગઈ હતી.
આમ, માસુમ બાળકીની એકલતાનો લાભ લઇને નરાધમ આરોપીએ તેનો લાભ લઈને માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની જાણ થતાં લોકોમાં ભારે રોષ
આરોપીએ આઠ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચયું હોવાના જાણ થતાં આરોપીના આ હેવાનીયત ભર્યા કૃત્યથી લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.
લોકોના જણાવ્યા પ્રમાણે કોઇ શખ્સ 8 વર્ષની માસુમ બાળકી સાથે આવુ કૃત્ય આચરે તે વિચારવું પણ મુશ્કેલ છે.