પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગોધરાની નાલંદા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ગોધરા નગર સંયોજક દ્વારા ગોધરા શહેરમાં આવેલ નાલંદા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત અંતર્ગત દેશના નકશો રંગોળી દ્વારા તૈયાર કર્યો હતો.
તેમજ બુલેટ ટ્રેન અને સમગ્ર દેશમાં કોરોના વૈશ્વિક મહામારીથી બચવા માટે વેક્સિનેશન કરવું જરૂરી છે
તેવા સંદેશા દેશના નકશામાં દોરી કલાત્મક ચિત્ર બનાવવામાં આવ્યું હતું.
ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે
અને સમગ્ર ભારત દેશને કોરોના મહામારી બચવા માટે વેક્સિન અને માસ્ક પહેરવું જરૂરી છે
તેવું ચિત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે રંગોળી દ્વારા તૈયાર કરી બતાવવામાં આવ્યું હતું.