દાહોદના ચંદવાણામાં કરિયાણાની દુકાન અને ઝાલોદમાં મકાનના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો

દાહોદ તાલુકાના ચંદવાણા ગામે આવેલ એક કરીયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી રોકડા રૂપીયા સહિત કરીયાણાનો સામાન મળી કુલ રૂા. 68,650 ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવાઈ છે.
બીજી તરફ ઝાલોદમા એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના ચાંદીના મળી કુલ રૂા. 1,80,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં પંથકમા ફફડાટ ફેલાઈ ગયો છે.
દાહોદના ચંદવાણામા દુકાનમાંથી અનાજ,તેલ અને રોકડ ની ચોરી
ગત તા.18 મી સપ્ટેમ્બરના રોજ ચંદવાણા ગામે સંગાડીયા ફળિયામાં રમેશભાઈ ગણપતભાઈ બામણ કરિયાણાની દુકાન ચલાવે છે.
આ કરીયાણાની દુકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પ દુકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
દુકાનમાં મુકી રાખેલા ખાદ્ય તેલના નાના મોટા ડબ્બા નંગ. 42, એક બોરી તુવેર દાળ, એક બોરી વટાણાની દાળ, એક બોરી ખાંડ, 2 ગોળની પેટી, તમાકુંના પેકેટ તથા ગલ્લામાં મુકી રાખેલા પરચુરણ રોકડા રૂપીયા 5000 એમ કુલ મળી રૂા. 68,500ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી જતાં
આ સંબંધે રમેશભાઈ ગણપતભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદમા બંધ મકાનને નિશાન બનાવ્યુ
તેવી જ રીતે 18 મી સપ્ટેમ્બરના રોજ રાત્રે જ ઝાલોદ નગરમાં આવેલા ગોકુળધામ સોસાયટીમાં રાત્રીના કોઈપણ સમયે તસ્કરોએ સોસાયટીમાં રહેતાં સોમાભાઈ કસુભાઈ અડના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું .
મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલી તિજાેરી તોડી અંદરથી રોકડા રૂપીયા 85,000 અને સોના – ચાંદીના દાગીના કિંમત રૂા. 95,000 વિગેરેની ચોરી કરી લઈ ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે સોમાભાઈ કસુભાઈ અડ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.