સગીરાને રેડીમેડ કપડાંની ફેક્ટરીમાં કામ કરતાં સગીર સાથે પ્રેમ થયો, ગર્ભ રહેતાં માતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં માતાપિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગીર યુવક અને યુવતી બંને સાથે કામ કરતા હતા
અને તે દરમિયાન સંપર્કમાં આવ્યા હતા.બને વચ્ચેના પ્રેમ સબંધના કારણે સગીરાને ગર્ભ રહી જતા સગીરાની માતાને જાણ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
સગીરાને સહકર્મી સાથે પ્રેમ થયો
માધવપુરામાં 15 વર્ષની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી માધવપુરા વિસ્તારમાં આવેલી એક રેડીમેડ કાપડની ફેક્ટરીમાં કામ કરે છે
અને તે દરમિયાન તેનો સંપર્ક થોડા મહિના પહેલા એક 16 વર્ષના સગીર સાથે પ્રેમ થયો હતો.
બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ કરી હતી અને પછી બંને એકબીજાના નજીક આવ્યા હતા. આ દરમિયાન અલગ અલગ સમયે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સગીર સામે પોક્સો સહિતનો ગુનો નોંધાયો
સગીરાના ઘરે બંને વચ્ચેના પ્રેમ સંબંધ વાતની કોઈને જાણ પણ નહોતી.
પરંતુ થોડા મહિના પછી આ સગીરા ગર્ભવતી થતાં સગીરાના માતાને સમગ્ર બાબતની જાણ થઈ હતી
અને સગીરાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી.
જેને લઈને સમગ્ર મામલો માધવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો
અને સગીરાની માતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષના આરોપી સગીર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.