બુડાસણ પાસે થયેલ લૂંટના આરોપીઓને કડી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પ્રતીકાત્મક તસવીર:LCBએ દેત્રોજના કુકવાવની સીમમાં કારમાં દારૂ હેરાફેરી કરતા 2ને ઝડપ્યા

બુડાસણ પાસે થયેલ લૂંટના આરોપીઓને કડી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પ્રતીકાત્મક તસવીર:બુડાસણ પાસે થયેલ લૂંટના આરોપીઓને કડી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પ્રતીકાત્મક તસવીર:બુડાસણ પાસે થયેલ લૂંટના આરોપીઓને કડી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

 

કડી તાલુકાના બુડાસણ પાસે થોડાક દિવસો અગાઉ રાજસ્થાનના વેપારી સહિત 3 ઈસમોને રોકડ રકમ તેમજ ATM, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ લૂંટી 3 ઈસમો ફરાર થઈ જતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

4 આરોપીઓની કડી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

કડી તાલુકાના બુડાસણ પાસે દરગાહના ઓટલા ઉપર બેઠેલા હાઇવા ટ્રક ચાલકના માલિક સહિત 3 ઇસમોને દરગાહની પાછળ લઈ જઈને માર મારીને અપહરણ કરીને છત્રાલ તરફ લઈ જઈને છોડી મૂક્યાં હતાં.

ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ત્યારે કડી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યાં હતા.

ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લૂંટારુઓ કડી છત્રાલ તરફ જઈ રહ્યા છે.

ત્યારે પોલીસે વોચ ગોઠવીને કડી છત્રાલ હાઈવે ઉપરથી લૂંટારુઓને ઝડપીને તેમની પાસેથી મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ કબજે કરીને કાર્યવાહી કરી હતી.

6 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

કડી તાલુકાના બુડાસણ દરગાહ પાસે આવેલ ઓટલા ઉપર રાજસ્થાનના વેપારી સહિત 3 ઇસમો બેઠેલા હતા.

ત્યારે 4 ઈસમો આવીને માર મારીને લૂંટ મચાવીને ફરાર થઈ ગયા હતા.

અને પોલીસે 4 ઇસમોની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરાવીને કોર્ટમાં રજૂ કરાતાં પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp