રોયલ એકેડેમી ખાતે પારુલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મેહુલ ચૌહાણનુ વ્યાખ્યાન રાખવામાં આવ્યું…

કઠલાલની ખ્યાતનામ રોયલ એકેડેમી ખાતે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિષય ઉપર વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા અને સાહિત્યમાં બહોળો અનુભવ ધરાવતા મેહુલ ચૌહાણનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. તેઓએ વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર થયેલી અસરો તેમજ ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં વિશે વિસ્તૃત ચર્ચા કરી.

રોયલ એકેડેમીના વિદ્યાર્થીઓએ પણ વિવિધ પ્રકારના પ્રશ્નો થકી વિશેષ માહિતી મેળવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોયલ એકેડેમીના નિયામક ડો. સૈફ ખોખરના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગના જીનલ પટેલ અને કેમેસ્ટ્રી વિભાગના સોહેબ શેખ દ્વારા કરવામાં આવ્યું..