આપના ઉમેદવારે ચૂંટણી ડીપોજીટ માટે લોકો પાસે એક એક રૂપિયો માંગ્યો
બે કલાકમાં જ 7000 રૂપિયા એકત્ર થઈ ગયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે
બીજી તરફ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પણ તૈયારીઓ પૂરજોસમાં ચાલુ છે
વડોદરામાં સયાજીગંજ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સવેજલ વ્યાસે ચૂંટણી લડવા માટે ભરવી પડતી 10000 રૂપિયાની ડિપોઝિટ માટે માત્ર ₹1 આપવા લોકોને સોશિયલ મીડિયામાં વિનંતી કરી છે
આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલવ્યાસી ડિપોઝિટ ની રકમ લોકોના સમર્થ નથી એકઠી કરવા નિર્ણય કર્યો હતો
આ અંગે સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે હું જનતા ની મદદ થી જ ડિપોઝિટ ભરીશ અને એટલે જ લોકો પાસેથી માત્ર એક રૂપિયો જ લઉં છું
એક રૂપિયાથી વધુ કશું જ નહીં સોશિયલ મીડિયા નું કેમ્પિંગ ચાલુ કર્યાના બે કલાકમાં 9000 રૂપિયા એકત્ર થઈ ચૂક્યા છે
તો અનેક એવા શુભેચ્છકો સ્વેજલને 51000 કે 11,000 પણ આપ્યા હતા. પરંતુ સ્વેજલ વ્યાસે એક રૂપિયો રાખીને બાકીના રૂપિયા પરત કરી દીધા છે
આ રકમ એકઠી કરવા માટે સોસાયટીઓમાં ફરીને મારા સમર્થકો એક એક રૂપિયો ઉઘરાવી રહ્યા છે
સાથે જ ઘણા લોકોએ ઓનલાઇન પેમેન્ટ થી એક એક રૂપિયો આપ્યો છે
10,000 ની રકમ એકત્ર થયા બાદ કોઈપણ પ્રકારની રકમ લેશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું હતું.
ભાજપમાંથી પણ ઉમેદવાર જાહેર થયા ત્યારે આ કેવો જંગ જામશે એ ખબર પડશે