આરટીઆઈ નો કાયદો લાગુ પડ્યા ના 17 વર્ષમાં 15 લાખ અરજીઓ થઈ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 15 આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યા
માહિતીના અધિકારના કાયદા ને 17 વર્ષ પૂર્ણ થયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 15 લાખથી વધુ અરજદારો આરટીઆઇના અધિકારનો ઉપયોગ કરે છે
અને તંત્ર દ્વારા યોગ્ય માહિતી ન મળે કે તે આપવાનો ઇનકાર કરવામાં આવે
ત્યારે તેની સામે અરજદારો દ્વારા ફરિયાદ અને અપીલ કરવામાં આવતી હોય તેનો આંકડો પણ ગુજરાતમાં ખૂબ મોટો છે
ગુજરાતમાં માહિતી અધિકારના કાયદાનો વ્યાપક ઉપયોગ કરાઈ રહ્યો છે
ત્યારે તેને જાળવી રાખવા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ભારે કિંમત પણ ચૂકવાઇ છે
તંત્રની પોલ ખોલતી મહત્વની માહિતી માંગવામાં આવે
ત્યારે અસામાજિક અને રાજકીય સાઠ ગાંઠ ધરાવતા તત્વ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાં 15 જેટલા આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી છે
માહિતી અધિકારના કાયદા ને હેલ્પલાઇન થકી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવનાર માહિતી અધિકાર પહેલા ના પંક્તિ જોગના જણાવ્યા મુજબ 12 ઓક્ટોબર 2005 માં માહિતી
અધિકારના કાયદાનો અમલ થયો તે પછી ગુજરાતમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થયો છે
15.51 લાખથી વધુ અરજી અત્યાર સુધીમાં ફાઈલ થઈ છે આરટીઆઇમાં જવાબમાં યોગ્ય જાણકારી ના મળે
તેની સામે અત્યાર સુધીમાં 86 284 અપીલ અને 15 839 ફરીયાદ પણ આરટીઆઇ આયોગ ને કરવામાં આવી છે
અનેક કિસ્સામાં આયોગ દ્વારા દંડ પણ કરવામાં આવ્યો છે
અને તંત્રને યોગ્ય માહિતી આપવા સૂચના પણ આપવી પડે છે
ગુજરાતમાં અત્યાર સુધી માપ 15 આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યા કરાવી છે
અને 17 ઉપર હુમલા કરવાના બનાવ બન્યા છે
એક કાર્ય કરે આત્મહત્યા કરી છે તો 17 વ્યક્તિને ધમકી આપવામાં આવી છે
સમગ્ર ભારતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાનો આંકડો 101 નો છે