ગાંધીનગરમાં થનગનાટના ગરબામાં ચોથા નોરતે ખેલૈયાઓ થનગની ઉઠ્યા, ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ રાસની રમઝટ બોલાવી
ગરબા એ ગુજરાતીઓની ઓળખ તો છે પરંતુ સાથે સાથે હવે ગરબાની આ ઓળખ ભારત બહારના દેશોમાં પણ ગુજરાતીઓ પ્રખ્યાત કરી રહ્યા છે.
લોકો નવલી નવરાત્રિની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવી રહ્યા છે. જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહ્યા છે
તેમ તેમ ખેલૈયાઓમાં જોશ વધી રહ્યો છે.
ત્યારે ગાંધીનગરમાં થનગનાટના ગરબામાં ચોથા નોરતે હૈયેથી હૈયું દળાય એવી ભીડ જામી હતી.
જેમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા.
યુવાધન હિલોળે ચડ્યું
કોરોનાને કારણે બે વર્ષ સુધી મોટા મહોત્સવો પર પ્રતિબંધ રહ્યા હતા.
જોકે, લાંબા અંતરાલ પછી કોરોના સંક્રમણ નેસ્તનાબૂદ થઈ જતાં આ વર્ષે થનગનાટમાં ભવ્ય ગરબા યોજવામાં આવ્યા છે.
ત્યારે ચોથા નોરતે લોક ગાયીકા તુષા રામીના સંગે યુવાધન હિલોળે ચડ્યું હતું.
ટ્રેડિશનલ ડ્રેશમાં યુવતીઓએ જમાવટ કરી હતી.
દેવી શક્તિની ઉપાસનાના એટલે નવરાત્રિ
નવરાત્રિમાં મા શક્તિ પૂજાએ આપણી સંસ્કૃતિ છે.
નવરાત્રિ મા શક્તિ અને ભક્તિનો સંગમ થાય છે.
આ દિવસો દરમિયાન થયેલી પૂજન અર્ચન સર્વશ્રેષ્ઠ છે.
શુભ મંગળ કાર્યો કરવા તેમજ અધર્મ, આંતક, ભ્રષ્ટાચાર, જૂઠાણાવાદી સામે જજુમવા તેમજ આંતરિક કામ,લ ક્રોધાદી શત્રુઓ બાહા આસુરી તત્ત્વો પર વિજય મેળવવા માટે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરવા ભગવતી દેવી શક્તિની ઉપાસનાના એટલે નવરાત્રિ પર્વ…